ભુજ : મહિલાઓ અને
સગીર વયની બાળાઓ સાથે વધતા જતાં જાતીય અત્યાચારના બનાવોની વચ્ચે ભુજ કોર્ટે આવા જ
એક બનાવમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
એપ્રિલ ૨૦૧૭ માં ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરી પશ્ચિમ બંગાળ
લઈ જઈને સતત એક મહિનો તેણી ઉપર દુષ્કર્મ ગુજારનાર મિલન આમદ જતને પોકસો કોર્ટના ખાસ
જજ પી.એસ. ગઢવીએ ધાક બેસાડતી સજા કરી છે.
નખત્રાણાના લુડબાય ગામના આરોપી શખ્સ મિલન જત સામે ૧૭ સાક્ષીઓ, ૧૬ દસ્તાવેજી
પુરાવાઓને આધારે દસ વર્ષની સખત કેદની સજા ૬૦ હજારનો ભારે દંડ ફટકાર્યો છે. દંડની
રકમમાંથી પીડિતાને વળતર પેટે ૨૫ હજાર રૂપિયા અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા
ફટકારતો હુકમ કોર્ટે કર્યો છે. આ કેસમાં
પોકસો એકટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
મહિલાઓ અને સગીર વયની બાળાઓ સાથે વધતા જતાં જાતીય અત્યાચારના
બનાવોની વચ્ચે ભુજ કોર્ટે આવા જ એક બનાવમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
એપ્રિલ ૨૦૧૭ માં ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરી પશ્ચિમ બંગાળ
લઈ જઈને સતત એક મહિનો તેણી ઉપર દુષ્કર્મ ગુજારનાર મિલન આમદ જતને પોકસો કોર્ટના ખાસ
જજ પી.એસ. ગઢવીએ ધાક બેસાડતી સજા કરી છે.
નખત્રાણાના લુડબાય ગામના આરોપી શખ્સ મિલન જત સામે ૧૭ સાક્ષીઓ, ૧૬ દસ્તાવેજી
પુરાવાઓને આધારે દસ વર્ષની સખત કેદની સજા ૬૦ હજારનો ભારે દંડ ફટકાર્યો છે. દંડની
રકમમાંથી પીડિતાને વળતર પેટે ૨૫ હજાર રૂપિયા અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા
ફટકારતો હુકમ કોર્ટે કર્યો છે. આ કેસમાં
પોકસો એકટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Saturday, March 14, 2020
New