આદિપુરના કિન્નરોને અંજારમાં 'ઘેર' ઉઘરાવતા જોઇને અંજારના કિન્નરોએ રસ્તા ઉપર જ ઢીબ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, March 14, 2020

આદિપુરના કિન્નરોને અંજારમાં 'ઘેર' ઉઘરાવતા જોઇને અંજારના કિન્નરોએ રસ્તા ઉપર જ ઢીબ્યા


અંજાર ભુજ બાયપાસ રોડ ઉપર પીરવાળી દરગાહ પાસે કિન્નરો વચ્ચે તેમની હદમાં 'ઘેર' ઉઘરાવવાના મુદ્દે ડખ્ખો થયો હતો. આ બોલાચાલી અને ડખ્ખા બાદ જાહેર માર્ગ પર જ કિન્નરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં અંજારના કિન્નરોએ ધોકાવાળી કરી હતી. આ અંગે આદિપુરના સીતામાતા અખાડામાં રહેતા સમીરાદે પ્યારીદે ઇબ્રાહિમ શેખ અને રોશનીદે પ્યારીદે એ અંજારના કિન્નરો અનોખી માસી તેમ જ બીજલી માસી ઉપર અહીં 'ઘેર' માંગવા શા માટે આવ્યા છો એવું કહીને તેમને ધોકા વડે ઢીબ્યા હોવાની ફરિયાદ કરી છે. મારામારી દરમ્યાન આદિપુરના કિન્નરોએ બચાવ માટે બુમરાણ મચાવતાં લોકોએ તેમને છોડાવીને હોસ્પિટલ ભેગા કર્યા હતા. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.