રાજકોટમાં ગત સપ્તાહમાં એક તરછોડાયેલી બાળકી મળી આવી હતી. આ બાળકી હાલ સારવાર હેઠળ છે તેવામાં વધુ એક તરછોડાયેલી બાળકી મળી આવી હોવાનું જાણવા મળેલ છે. આ બાળકી હિંમતનગરના તલોકમાંથી મળી આવી છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર એક બિનવારસી બાળકી રોડ નજીકથી મળી આવી હતી. આ બાળકીનો રડવાનો અવાજ ત્યાંથી પસાર થતાં લોકોને સંભળાતા તેમણે બાળકી વિશે પોલીસ અને 108ને જાણ કરી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર હિંમતનગરના તલોદ તાલુકા તરફ જવાના રસ્તાથી એક બાંકડાની પાછળ મુકેલી બાળકી મળી આવી હતી. રસ્તા પરથી પસાર થતાં લોકોને બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. તેમાંથી એક યુવકએ રડવાનો અવાજ ક્યાંથી આવે તે જોવા તપાસ કરી તો એક કપડાંમાં વીટેલું બાળક દેખાયું હતું. આ બાળકીને હાલ સિવિલ હોસ્પિટલ દાખલ કરાઈ છે.
Monday, March 2, 2020
New
