દુધઈમાં મશીનટૂલ્સની ચોરીના ગુનામાં બે શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 2, 2020

દુધઈમાં મશીનટૂલ્સની ચોરીના ગુનામાં બે શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયા

બોર્ડર રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ પરીક્ષીતા રાઠોડની સુચનાથી અંજારના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ દુધઈ પો.સ્ટે.ના સ્ટાફ સુખપર પશુડા રોડ પર પેટ્રોલિંગમાં હતાં ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બે ઈસમો પશુડા બસ સ્ટોપ પર ઉભેલા છે અને કોઈ વાહનમાં જવાની પેરવીમાં છે અને તે શંકાસ્પદ જણાતાં પો.સ્ટે. લાવી અટક કરી દુધઈ ગામની ચોરીના માલસામાન બાબતે પુછતાં તેઓએ જણાવેલ જગ્યાએ બંને ઈસમોને સાથે રાખી તે જગ્યાએ તપાસ કરતાં એક વેલ્ડર મશીન કિં.૩૪૦૦૦ તથા એક મોટું ગ્રાઈન્ડર કિં.૫૦૦૦ તથા એક નાનું ગ્રાઈન્ડર કિં.૨૦૦૦ એમ કુલ રૂા.૪૧૦૦૦નો મુદામાલ કબજે કરેલ અને અરજણ રામજી કોલી (ઉ.૨૨, રહે. સુખપર, તા.અંજાર) તથા લખમણ કાયા કોલી (ઉ.૨૫, રહે. લુણાવા, તા.ભચાઉ)ને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં પોલીસ સબ ઈન્સ. જી.બી.માજીરાણા સાથે એ.એસ.આઈ. લમનસિંહ બનેસિંહ તથા એએસઆઈ રાણાભાઈ ડાંગર તથા પો.કોન્સ. ભાવેશભાઈ ડાભી તથા પો.કોન્સ. દિનેશભાઈ પ્રજાપતિ તથા પો.કોન્સ. જબરાજી ચૌહાણ તથા જયદિપસિંહ ઝાલા તથા પો. કોન્સ. ચિરાગકુમાર રાણા તથા ડ્રા. પો.કોન્સ. જગદીશભાઈ ચાવડા સાથે રહેલ.