ભચાઉ પોલીસે અટક કરેલા બે આરોપીઓ ગ્રાઉન્ડમાં બેઠા
હોય તેનો વિડિયો ઉતારીને વાયરલ કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
છે. ભચાઉ
પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભચાઉ પોલીસે વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર મેસેજ મૂકનાર સામે
ગુનો નોંધી આરોપી સુનિલ કુમાર મિશ્રા અને મહાદેવા છાંગાની અટક કરી હતી ત્યારબાદ
આરોપીઓ કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી કરવાની હતી તે દરમિયાન આરોપીઓ પોલીસ
સ્ટેશનના ગ્રાઉન્ડમાં બેઠા હોય શરીફ લતીફ નોતિયારએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો. આ મામલામાં હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ સોલંકી નોંધાવેલી
ફરિયાદના આધારે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શરીફ લતીફ નોતિયાર
તમે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Saturday, March 7, 2020
New
