ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પાસે આઇસ્ક્રીમ પાર્લરમાં આગ ભભૂકી ઉઠતા સરસામાન બળીને ખાખ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, March 7, 2020

ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પાસે આઇસ્ક્રીમ પાર્લરમાં આગ ભભૂકી ઉઠતા સરસામાન બળીને ખાખ


ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે આવેલ આઇસ્ક્રીમ પાર્લરમાં સવારના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ગાંધીધામ નગર પાલિકાના અગ્નિશામક દળ એ તાકીદે સ્થળ ઉપર પહોંચી ને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગના બનાવની જાણ થતાની સાથે જ  મહિલા ડી વાય એસ પી અને બી ડિવિઝન પોલીસ નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લોકોના ટોળાંએ સાઈડમાં કરીને તુરંત ફાયર ફાઇટરો થી આગ પર પાણીનો છંટકાવ કર્યો હતો. ઓસ્લો સર્કલ નજીક આવેલા ડેરી કિંગ સવારના સાત વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બિલ્ડિંગમાં ફેલાવા લાગી હતી આગ વધુ ફેલાય તે પહેલા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાયટરોએ ઘટના સ્થળ પર પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાં સુધીમાં તો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો શહેરની મધ્યમાં લાગેલી આગથી સ્થળ ઉપર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા ઘટનાસ્થળે પહોંચેલા મહિલા ડીવાયએસપી અને બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે એ લોકોને સાઈડમાં ખસેડ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી ડેરીં કિંગ મા સવારના અરસામાં આ કયા કારણોસર લાગી હતી તે હજુ બહાર નથી આવ્યું તપાસ બાદ જ સમગ્ર વિગતો બહાર આવશે.