અંજાર તાલુકાના ખેડોઇ નજીક આવેલીમાં કંપનીમાં પાઇપ કટીંગ
કરતી વખતે બ્લાસ્ટ થતા 7 શ્રમજીવીઓને ગંભીર ઈજાઓ પહોંચી
હતી અને સારવાર માટે ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં પાંચની
હાલત ગંભીર હતી અને તમામને સારવાર કરવામાં આવી રહી છે. આ અંગેની મળતી વિગતો મુજબ ખેડોઇ
નજીક આવેલી માન ઈન્ડસ્ટ્રીમાં રાત્રીના અરસામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. દૂર દૂર
સુધી તેનો અવાજ સંભળાયો હતો પાઈપ કટીંગ કરતી વખતે આ બ્લાસ્ટ થયો હતો જેમાં કુશલ
વિજય સંઘાણી (ઉં.વ.૨૦), ઉપેન્દ્ર કુમાર ચંદ્રિકા
પ્રસાદ શ્રીવાસ્તવ (ઉ.વ.47), મંગાભાઈ રૂડાભાઈ ગુજરીયા (ઉ.વ.46), સતીશ કુમાર શેર સીંગ (ઉ.વ.34), વિક્રમ રઘુભા જાડેજા (ઉ. 35), વિજયસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ.27) અને કેવળ રામાનુજ પટેલ ને ગંભીર
ઇજાઓ પહોંચતા ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ
સાથે જ માન કંપનીના પણ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તો
પાસે હોસ્પિટલમાં પણ આવ્યા હતા. સાત
પૈકી પાંચ વ્યક્તિઓને હાલત ગંભીર હતી તેમની આઇસીયુમાં સારવાર ચાલુ હતી. બનાવની જાણ
થતાં જ પોલીસ પહોંચી હતી. બનાવ આધારે પોલીસે નોંધ કરીને
આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Saturday, March 7, 2020
New
