ખારીરોહર
નજીકના મચ્છુનગરમાં પોલીસ ફરિયાદ મનદુ:ખ રાખીને એક શખ્સ સહિત ૫ મહિલાઓએ મારો ભાઈ જેલમાં જશે પણ
તને છોડીશ નહીં તેમ કહીને મહિલાને ધોકાથી માર મારી ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ
નોંધાઇ છે. બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું
હતું કે, મચ્છુનગરમાં
રહેતા શાંતાબેન હરખાભાઈ ગોયલ (ઉ.વ.૪૦) ને તે મારા ભાઈ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી
છે મારો ભાઈ જેલમાં જશે પણ તને છોડીશ નહીં એમ કહીને આરોપી દિનેશ જીવા કોલી, દિનેશની બહેન ભાવના, રમીલા, લાખુ અને દિનેશની માતા પાંચીબેન એ લાકડીથી શાંતાબેન
ગોયલ ઉપર હુમલો કરીને જાતિ અપમાનીત શબ્દો કહી ને માર માર્યો હતો અને ઇજોઓ પહોંચાડી
હતી. ભોગ બનનાર એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ
હાથ ધરી છે.
Tuesday, March 17, 2020
New
