અંજારની ભાગોળે કપાસના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 17, 2020

અંજારની ભાગોળે કપાસના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ



પુર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી માર્ગ પર આવેલા કપાસના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડાધામ મચી જવા પામી છે. આજે રાત્રિ દરમિયાન કપાસના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનતા અહીં કામ કરતા શ્રમજીવીઓ બહાર દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ આસપાસમાં આવેલી કંપનીની ફાયર ફાઈટરની ટીમને બોલાવવામાં આવી હતી. સ્થળ પર ટીમ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ સમગ્ર બનાવમાં કપાસ આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યો છે. જો કેકોઈ જાનહાની થવા પામી હતી. આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ખડો થવા પામ્યો હતો. બનાવને લઈને વીજ કંપનીએ લાઈટો બંધી કરી દીધી છે.