
કોરોના વધુ ફેલાય તે પહેલા સાવચેતીના પગલા લેવા
સરકાર સક્રિય બની છે. ટ્રેનોમાં સાફ સફાઈની શરૂઆત બાદ હવે કોરોનાના
પ્રતાપે વર્ષોથી ગંદી હાલતમાં વપરાતી બસો દૈનિક ધોરણે ધોવાની શરૂઆત થઈ છે. જેના
કારણે રોગચાળાને ડામવા ઉપરાંત સ્વચ્છ ઈન્ડીયા ઉક્તિ પણ ખરા ખાર્થમાં સાર્થક થતી
હોય તેવું જણાઈ રહ્યું છે. બસોમાં સેંકડો લોકો
રોજ મુસાફરી કરતા હોવાથી વાયરસનો ચેપ લાગવાની શક્યતા વધુ છે ત્યારે કચ્છ ડિવિઝનની
બસોની સાફ-સફાઈ કરવા આદેશ કરાયા છે. આરોગ્ય અધિકારીની હાજરીમાં
જાગૃતી સેમિનાર યોજવામાં આવ્યો હતો. ઉપરાંત એસ.ટી અિધકારીઓ દ્વારા તમામ ડેપોને દરેક
ટ્રીપમાં સફાઈ કરવા સાથે ડેપો, કંટ્રોલ પોઈન્ટને પણ સાફ- સુથરી રાખવાની કામગીરી
કરવા આદેશ અપાયા છે. ડિવિઝન હેઠળની ૪૦૮ બસોમાં દરેક ટ્રીપોમાં સફાઈ કરાશે ઉપરાંત
પ્રવાસી વાધારે અડકતા હોય તેવા હેન્ડલ, સીટ, બારી, ગ્રીલ વગેરેને જંતુનાશક દવાથી સફાઈ કરવાની કામગીરી આરંભી દેવાઈ છે. જે અંતર્ગત આજે
નખત્રાણા ડેપોમાં બસોની સાફ સફાઈ કરાઈ હતી. ઉપરાંત એસ.ટી માથકો, સ્ટોપને સ્વચ્છ પાણી
અને જતુંનાશક દવાની સ્વચ્છ કરાઈ રહ્યા છે. ઓફીસ, વેઈટીંગરૂમનો પણ સમાવેશ કરાયો
છે. ડ્રાઈવર - કંડકટરોને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવનાર છે જેાથી વાયરસના
ચેપાથી બચાવી શકાય.