શહેરના
ઓસ્લો સર્કલ રોડ ઉપર બહેન રિસામણે બેઠી હોય તેનું મનદુખ રાખી ને ભાઈ ને ત્રણ
શખ્સોએ લાકડીથી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા
જણાવ્યું હતું કે, ગાંધીધામના
જીઆઇડીસી ઝુપડા રામદેવપીર મંદિરની બાજુમાં રહેતા સુરેશભાઈ તારણભાઈ મુજપુરા (ઉ.વ.24) ના બહેન રિસામણે
બેઠા હોય તેનું મનદુખ રાખીને આરોપી મસુ લલ્લુ સમેંચા, દિલુ લલ્લુ
સમેચા અને કિશન
મસુ સમેંચાએ ઝઘડો કરી ગાળાગાળી કરીને સુરેશભાઈ મુજપુરા ઉપર લાકડીથી હુમલો કરીને
ઈજાઓ પહોંચાડી હતી. સુરેશભાઈ મુજપુરા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે
ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Tuesday, March 17, 2020
New
