ભુજ : શહેર ખાતેના
ભૂતેશ્વર વિસ્તારમાં તાજેતરમાં પકડાયેલા કત્તલખાનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ
ફરી પાછુ બી-ડિવિઝન પોલીસે ગૌવંશના કતલ સાથે એક આરોપીની વહેલી પરોઢે ધરપકડ કરતા
ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે તો પોલીસની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ
ખાંટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે
મળેલી બાતમીના અનુસંધાને ભૂતેશ્વર ખાતે રહેતા રમજુ ઉર્ફે મીઠડો અકબર મોખાના ઘરે જતાં
ગૌમાસની કતલ કરેલ માસ રાખી બેઠો હતો જે દરમિયાન
પોલીસે આરોપી રમજુને ગૌવંશના માસ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે બી-ડિવિઝન
પોલીસ મથકે લાવ્યા હતા અને આરોપીને રિમાન્ડની માંગણીઓ સાથે કોર્ટમાં રજૂ કરવાની
તજવીજ હાથ ધરાશે. તો પોલીસે આરોપીના કબજામાંથી કતલ કરેલ વાછરડું તથા ગૌવંશની
કતલના સાધનો અને એક બાઈક જીજે૧રબીડી ૩૦પ૦ અને મોબાઈલ ફોન નંગ ૧ એમ કુલ્લ રૂપિયા ૧૮
હજારના મુદ્દામાલ ઝડપી પાડયો હોવાનું જાણવા મળેલ છે. આ કામગીરીમાં બી-ડિવિઝન પીઆઈ
ખાંટ, પીએસઆઈ ઉલ્વા, હેડ કોન્સ.
શિવરાજસિંહ રાણા, નરેન્દ્ર ઘરડા, સુરસિંહ રાજપૂત, રમેશ ઠાકોર તથા કિરણાબેન બાટવા જોડાયા હતા.
Wednesday, March 11, 2020
New
