કચ્છના નાના રણની અંદર આવેલ ઘુડખર બીજે ક્યાંય જોવા નથી મળતા અને આ ઘુડખરને જોવા માટે આ કચ્છના નાના રણ ની અંદર પ્રવાસી મોટી સંખ્યામાં આવતા હોય છે. રણની અંદર ઘુડખરની સંખ્યા ખૂબ જ છે. અને સરકાર દ્વારા દર પાંચ વર્ષે આ ઘુડખર ની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે ૨૦૧૪ થયેલ ગણતરી માં ૪૪૫૧ જેટલી સંખ્યા હતી, ગુજરાત સરકારે ૧૨મી જાન્યુઆરી ૧૯૭૩ના રોજ કચ્છના નાના રણ વિસ્તારમાં ધુડખર અભયારણ્યનો વિસ્તાર ઘોષિત કર્યો હતો જ્યારે સન ૧૯૭૮માં કચ્છના મોટા રણના થોડો ભાગ ઉમેરીને કુલ ૪૯૫૩.૭૧ કીમી વિસ્તાર નું વિશિષ્ટ પ્રાણી ઘુડખર હોય ધુડખર અભ્યારણ નામે રક્ષીત જાહેર કરવામાં આવ્યુ. વિદેશી પર્યટકોમાં પણ ધુડખર અભયારણ્ય એ ગજબનું ઘેલું લગાડ્યું છે, ખુશ્બુ ગુજરાત કી એડ માં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન એ ધુડખર સાથે બે દિવસ મેરથોન શૂટિંગ યોજીને ઘુડખરનેગુજરાતનો સરતાજ કહયા હતા, આ એડ રિલીઝ થયા બાદ ઘુડખર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું અને વિદેશી પર્યટકોમાં ગજબનું ઘેલું લગાડ્યું હતું.આ વખતે ૫૦૦૦ ની આસપાસ થવાની શક્યતા છે. આગામી ૧૩ અને ૧૪ માર્ચના રોજ આ ઘુડખરની ગણતરી કરવામાં આવનાર છે. તે માટે અભયારણ્ય દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ગણતરી માટે રણની અંદર ૩ રિજિનલ ઓફિસર,૧૮, ઝોનલ ઓફિસર, ૭૭, સબ ઝોનલ ઓફિસર,તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને અભ્યારણય ના સ્ટાફ સહિત ૧૨૦૦ થી વધુ લોકો આ ઘુડખર ની ગણતરી માં ફરજ બજવશે. ૩૬૨ જેટલા પોઈન્ટ ઉપર આ ગણતરી કરવામાં આવનાર છે. આ ગણતરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે ૧૨,૧૩,૧૪ માર્ચ માટે પ્રવાસીઓ અંદર ન આવે તે માટે તંત્ર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યુ છે.
Tuesday, March 10, 2020
New
