સેવા સર્વોપરી સંસ્થા દ્વારા રાષ્ટ્રીય મહીલા દિવસની ઉપલક્ષમાં ગાંધીધામમાં મેરેથોન દોડ યોજવામાં આવી હતી ગાંધીધામ રોટરી સર્કલથી આદિપુરના મદનસિંહ ચોક સુધી મહિલાઓએ મેરેથોન યોજી સંદેશો ફેલાવ્યો હતો ખાસ તો નિર્ભયા કાંડ બાદ હૈદરાબાદમાં પણ દુષ્કર્મ બાદ યુવતીને જીવતી સલગાવાઇ હતી અવાર નવાર દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે સમાજ સુધારણા માટે રેપ મુક્ત ભારત અંગે જાગૃતિ ફેલાવવામાં આવી છે ગાંધીધામમાં આયોજિત મેરેથોન દોડમાં 350 મહિલાઓએ નોંધણી કરાવી હતી જો કે,મેરેથોન દોડમાં 500 મહિલાઓ જોડાઈ હતી દરેક મહિલાઓએ લાલ ટીશર્ટ પહેરી એકતાનો સંદેશો આપ્યો હતો રેપના બનાવો અટકાવવા સમાજમાં જાગૃતિ જરૂર છે સમાજનો યુવા જાગૃત હશે તો વિકૃત માનસીકતા અટકશે કાયદો કાયદાનું કામ કરશે પણ રેપ અટકાવવા સમાજ સુધારણા જરૂરી છે આ માટે સૌએ ચિંતન કરવું પડશે
Tuesday, March 10, 2020
New
