ગાંધીધામના
સથવારા કોલોની રોડ સેક્ટર 5 કોટેશ્વર ચાર
રસ્તા પાસે વરલી મટકા જુગાર રમાડતા બે શખ્સો બે હજારની રોકડ સાથે ઝડપાયા હતા. બી ડિવિઝન
પોલીસે જણાવ્યું હતું કે, સેક્ટર 5 કોટેશ્વર ચાર રસ્તા
સથવારા કોલોની તરફ જતા રોડ ઉપર વરલી મટકાનો આંખ ફેર નો જુગાર રમાડતા લાલજી ઉર્ફે
લાલો અમૃતલાલ ઠક્કર અને હરેશ ખીમજી ચારણને રોકડા રૂપિયા 2010 તેમજ બે મોબાઇલ ફોન એક બાઈક સહિત કુલ
રૂપિયા 35 હજારના મુદ્દામાલ
સાથે ઝડપી પાડયા હતા તેમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે॰
Thursday, March 19, 2020
New
