ગાંધીધામ તાલુકાના
અંતરજાળ બસ સ્ટેન્ડ પાસે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસ 11,710ની રોકડ
સાથે ઝડપી પાડયા હતા. આદિપુર પોલીસે
વિગતો આપતા જણાવ્યું હતું કે, અંતરજાળ ગામના બસ સ્ટેન્ડ પાસે પીપળીના ઝાડ નીચે ગંજીપાનાનો
જુગાર રમતા રમેશ અજા આહીર, દિનેશ
ઈશ્વર પટેલ, શામજી રામજી
બવા, ખીમજી દેવજી
સોલંકી અને મહાદેવ મેઘા આહીરને રોકડા રૂપિયા 11,710 તેમજ 4 મોબાઇલ સહિત કુલ રૂપિયા 17,210 ના
મુદ્દામાલ સાથે તમને ઝડપી પાડયા હતા.
Thursday, March 19, 2020
New
