ભુજ
તાલુકાના કનૈયાબેથી ખોખરા તરફ જતા માર્ગ ઉપર આવેલી વાડીના શેઢા ઉપરથી પોલીસે 190 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો
હતો. પધ્ધર પોલીસે
વિગતો આપતા જણાવ્યું હતું કે, કનૈયાબેથી ખોખરા તરફ જતા માર્ગ ઉપર આવેલ બાબુભાઈ વેલુભા ઝાલાની
માલિકીની વાડી આરોપી ફતેશા ઈસ્માઈલશા શેખ વાવવા રાખી છે. આરોપીએ તે
વાડીના શેઢા ઉપર ભોયરૂ બનાવીને તેમાં
દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસને
મળેલી બાતમીના આધારે રેડ પાડીને પોલીસે રૂપિયા 66500
ની કિંમતનો 190 બોટલ
અંગ્રેજી દારૂ સાથે આરોપી ફતેશા ઇસ્માઇલ શેખ રહે કનૈયાબે ને ઝડપી પાડયો હતો.
Thursday, March 19, 2020
New
