અંજાર
તાલુકાના તુણા-ભારાપર રોડ ઉપર પાણીના ટાંકામાં મજૂરી કરતા યુવાનને તેના સહ
શ્રમજીવીએ છરીથી હુમલો કરતા કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હેમરાજ બેચરભાઈ વાણિયાએ
નોંધાવેલી ફરિયાદ મુજબ તેના સહ શ્રમજીવી અશોક જેઠા વાઘેલાએ તેને પેટમાં છરી ભોંકી
દીધી હતી. ફરિયાદી તેમજ આરોપી અને તેના અન્ય મિત્રો તુણા ભારાપર રોડ ઉપર આવેલા
પાણીના ટાંકા પર મજૂરીકામ કરતા હતા. દરમિયાન ફરિયાદી હેમરાજે આરોપી અશોકને રસોઈનો
બગાડ નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ શાક સુધારવાની છરી
આરોપીના પેટમાં ભોંકી દીધી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ રામબાગ હોસ્પિટલમાં
અને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે કંડલા મરીન
પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ એમ.એસ. રાણાએ આગળની
તપાસ હાથ ધરી છે.
Wednesday, March 18, 2020
New
