કોરોનાના કહેર
વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 24થી 26 માર્ચે
વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 25 અને 26 માર્ચે ભારે પવન ફૂકાશે. હવામાન વિભાગે વધુમાં
કહ્યું હતું કે, કમોસમી વરસાદની અસર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરામાં થશે. આ ઉપરાંત આણંદ, ખેડા, સુરત, નવસારીમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. તો
વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, પોરબંદર, જૂનાગઢમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 25 માર્ચના થન્ડર
સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરતા જગતના તાતની ચિંતામાં
વધારો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 25 માર્ચે ઉત્તર
ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમા આવશે વાતાવરણમાં પલટો આવનાની
શક્યતા રહેલી છે. પણ ગુજરાતમાં તો 21મી માર્ચથી જ
સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયુ છે. જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકસાન થઈ
શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ
ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.
Monday, March 23, 2020
New
