જાહેર અપીલ
હાલમાં કોરોના વાયરસની
મહામારીથી સમગ્ર વિશ્વ ભોગ બનેલ છે જેનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની જરૂર છે જેથી ગુજરાત અને ભારત
સરકાર દારા આ કોરોના વાયરસ ફેલાય નહી તે માટે સતર્ક
રહી યોગ્ય પગલા લેવામાં આવી રહયા છે અને આપણા વડાપ્રધાન માન.શ્રી નરેન્દૂભાઈ મોદીએ તા.૨૨/૩/ર૦ર૦ ને રવિવારના
સવારે ૭ થી રાત્રીના ૯
વાગ્યા સુધી સમગ્ર નાગરીકોને સ્વંયભુ જનતા કફર્યું કરવાનો આહવાન કરેલ છે જેથી તમામ નાગરીકો સાથ સહકાર આપી કામ ધંધા બંધ રાખી જનતા કફર્યું
કરવાનો છે જેથી આપણે પણ
સુરક્ષિત રહીએ અને સ્વસ્થ રહીએ તે માટે કાળજી રાખવા અનુરોધ કરવામાં આવે છે. આ મહામારી માટે નીચે મુજબના મુદાઓ ધ્યાનમાં લેવાના છે.
(૧) વિદેશથી આવતા તમામ લોકો ખાસ કરીને લંડન, ફાસ, સાઉદી અરેબીયા, ઈટાલી, અમેરીકા, યુરોપ તમામ લોકો ૧૪ દિવસ ઘરથી બહાર ન નીકળે અને કોઈપણ વ્યકિતને મળે નહી તે માટે જરૂરી કાળજી રાખવી.
(ર) જયારેપણ આપણે બહારથી ઘરે આવીએ ત્યારે સાબુથી હાથ ધોવા અથવા
આલ્કોહોલીક સેનિટાઈઝરથી હાથ
સાફ કરવા અને જયારે પણ એકબીજાને મળીએ ત્યારે હાથ ન મીલાવીએ અને હાથ જોડીને મળવાનો આગ્રહ રાખવો.
(૩) ખાસ કરીને ઘરમાં ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તથા ૮૦ વર્ષથી મોટી
ઉંમરના વૃધ્ધ લોકોને
બહાર નીકળવાનું ટાળવું જોઈએ અતે જયાં ભીડ ભેગી થતી હોય તેવા વિસ્તારમાં ભેગા ન થઈએ તેની કાળજી રાખીએ.
(૪) કોઈપણ વ્યકિત વિદેશથી આપણા ગામમાં આવેલ હોય અને તેઓને કોઈપણ જાતની તકલીફ હોય અથવા કોઈપણ નાગરીકને કોઈપણ શારીરિક તકલીફ હોય તેઓ વિના
સંકોચે આપણા કેરા
ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરકારી દવાખાનનું અથવા કેરા ગામ પંચાયતનો અથવા કા.સરપંચશ્રી દીનેશભાઈ દેવજીભાઈ હાલાઈ (મોબાઈલ નબર,
9825662819) ને જાણ કરી સાથ સહકાર
આપવા અનુરોધ કરવામાં આવે છે.
સ્વસ્થ
રહો સુરક્ષિત રહો..........
જાગુત રહીએ સ્વસ્થ રહીએ........