કોરોનાના કારણે ભયનું વાતાવરણ ફેલાયું છે. જેના કારણે ઉદ્યોગજગતાથી
માંડીને તૈયાર ફુડમાર્કેટ પર મંદીની અસર વર્તાઈ રહી છે. જેમાં સૌથી વધુ અસર માંસ -
મટન માર્કેટને થઈ છે. માંસના સેવનાથી વાયરસ ફેલાતો હોવાની વાતાથી આસમાને રહેતા
માંસ - મટનના ભાવ ગગડી ગયા છે. કચ્છમાં પણ આ જ સ્થિતી ઉભી થઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ કચ્છમાં
કાચા માંસના વેંચાણમાં ભારે ગિરાવટ નોંધાઈ છે. જેમાં ખાસ કરીને ચિકનના ભાવ ૪ ગણા
ઘટીને તળીયે આવી ગયા છે. થોડા સમય પહેલા જે ચિકન પ્રતિકિલો રૃ.૨૦૦માં વેચાતુ હતું
તેના ભાવ ઘટીને રૂ.૫૦ થઈ
જતાં વેચાણકારો અને પોલટ્રીફાર્મના માલિકોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો
છે. ચિકન ખાવાથી વાયરસના ફેલાવાની હવાએ માર્કેટને ડાઉન કરી દિાધી છે. જો કે, મચ્છી બજાર તાથા મટન માર્કેટને
એટલી અસર થઈ નથી. ઉપરાંત કચ્છના શહેરોની હોટલ તાથા ઢાબાઓમાં જ્યાં ગ્રાહકોની ભીડ
જામતી હતી તેના સ્થાને માંડ ૨૦
ટકા ગ્રાહકો નોનવેજ ખાવા ડોકાઈ રહ્યા છે. જેના કારણે હોટલો સંચાલકોને પણ ગ્રાહકોના
ફાંફા થઈ પડયા છે. વાયરસના ભયે નોનવેજ માર્કેટને આર્થિક પાટુ માર્યું હોવાથી અનેકના
રોજગાર પર અસર પડી છે.
કંપની વિસ્તારમાં ખુલ્લામાં વેંચાતા નોનવેજ જોખમી
કંડલા, મુંદરા
સહિતના વિસ્તારોમાં કે જ્યાં અનેક કંપનીઓના ધામા હોવાથી હજારો બારાતુ મજુરો વસવાટ
કરે છે. આ વિસ્તારોમાં રેકડીઓ પર ખુલ્લામાં અને બિનઆરોગ્યપ્રદ રીતે વેંચાતું નોનવેજ ફુડ હાલની પરિસૃથતિમાં વધુ નુકશાનકારક
બને તેવો ભય ફેલાયો છે. ત્યારે ફુડ વિભાગ દ્વારા આ વિસ્તારોમાં ચેકીંગ કરીને યોગ્ય
પગલા ભરાય તેવી માંગણી ઉઠી છે.
