ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં લુડો ગેમ મામલે યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, March 16, 2020

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં લુડો ગેમ મામલે યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા


ગાંધીધામ : ભારતનગરના 9બી નજીક હનુમાન મંદિર પાસે મોડી રાત્રે લુડો ગેમ બાબતે ઝઘડો થતા યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની પાંચ શખ્સો વિરુદ્ધ ગાંધીધામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સામાન્ય બાબતે હત્યાના બનાવથી પોલીસ પણ સત્વરે કાર્યવાહી હાથ ધરી બે કિશોર સહિત ત્રણ વ્યકિતની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર નજીક બનેલા બનાવમાં વિકાસ ભવરલાલ લક્ષ્મણજી આહીર ૧૯ વર્ષીય યુવાનની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ બન્યો છે લુડો ગેમ રમવા બાબતે ઝઘડો થતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો અગાઉ થયેલા ઝઘડાનુ મનદુઃખ રાખી યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી આરોપીઓ ભરત સંઘાર પ્રિન્સ ગોસ્વામી રાહુલ ચૌહાણ અને બે સગીર વયના કિશોરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી બે સગીર સહિત ત્રણની અટકાયત પણ કરી લેવામાં આવી છે. આ બનાવની વધુ વિગત મુજબ બનાવ બાદ યુવાને તેના મિત્રને ફોન કરી બોલાવ્યા હતા જેઓએ સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેઓના આક્ષેપ મુજબ સરવારના અભાવે યુવાનનું મૃત્યુ નીપજયું હતું બાદમાં રામબાગ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં પણ કલાકો સુધી પીએમ ન થતા પરિવાર જનોએ આક્રોશ ઠાલવી રહયા હતા. આ બનાવ અંગે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બે કિશોર સહિત ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પ્રાથમિક પૂછપરછ બાદ હત્યામાં વપરાયેલ હથિયારની લેવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.