કંડલામાં ટેન્કર હડફેટે બાઈક સવાર યુવાનનું મોત - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, March 20, 2020

કંડલામાં ટેન્કર હડફેટે બાઈક સવાર યુવાનનું મોત



કંડલામાં ટેન્કરની હડફેટે અનુજકુમાર વિશ્વકર્મા (ઉ.વ. 20) નામના યુવાનનું મોત થયું હતું. કંડલા પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, એસીટી કંપની ત્રણ રસ્તા પાસે ટેન્કર નંબર RJ. 47. GA. 1010 ના ચાલકએ પોતાની ટેન્કર બેદરકારીથી ચલાવીને બાઇક નંબર GJ. 12. CC. 8299 ને હડફેટે લેતા અનુજકુમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ભોગ બનનારના ભાઈ અરુણકુમાર રામશંકર વિશ્વકર્માએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.