મુન્દ્રા
તાલુકાના છસરા દારૂની રેડ કરવા ગયેલી પોલીસ સાથે મહિલાઓએ ઝપાઝપી કરીને આરોપીને
ભગાડી દીધો હતો પોલીસે મહિલાઓ સહિત સાત સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મુન્દ્રા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ
છસરા આરોપી નવીન કાના કોલીને ત્યાં દારૂની રેડ પાડવા ગઈ ત્યારે નવીન કાના કોલી, ગીતાબેન
નવીન કોલી, મંગા કાના કોલી, વેલા કાના
કોલી, જલુબાઈ
કોલી અને તેમની સાથેની બે અજાણી મહિલાઓએ પોલીસની
ફરજમાં રુકાવટ કરીને મહિલાઓએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને પોલીસ
કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને આરોપી નવીન કાના કોલીને દારૂના મુદ્દામાલ સાથે ભગાડી
દીધો હતો. આ અંગે પોલીસ હેડ કોસ્ટેબલ નિલેશભાઈ હરેશભાઈ ભટ્ટએ નોંધાવેલી ફરિયાદના આધારે
પોલીસે મહિલાઓ સહિત સાત સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Saturday, March 21, 2020
New
