New
ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી પોલીસે ૨૧ હજારના દારૂ સાથે બે
શખ્સોને પકડી પાડયા હતા અને તેની પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખૂલ્યું હતું. એ
ડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે, ગાંધીધામના ગુજરાત
હાઉસિંગ બોર્ડમાં ૨૧ હજારની કિંમતના 60 બોટલ અંગ્રેજી દારૂ સાથે ભરત હેમંત રામ
દેવમુરારી અને વિનોદ લુમ્બા રામ બાંભણિયાને પકડી પાડયા હતા. પોલીસ કાર સહિત ૨.૨૨
લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં દારૂ આપનાર મનોજ મારવાડીનું
નામ ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.