ભુજમાં જુગાર રમતી ચાર મહિલા સહિત નવ જુગારી 17 હજારની રોકડ સાથે પકડાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, March 21, 2020

ભુજમાં જુગાર રમતી ચાર મહિલા સહિત નવ જુગારી 17 હજારની રોકડ સાથે પકડાયા


ભુજમાં દાદુપીર રોડ આંબેડકર વાસમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે 6125 ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. બીજા બનાવવા શહેરના શાંતિનગર જતા પુલિયા પાસે ચોકની બાજુના ઓટલા ઉપર જુગાર રમતી ચાર મહિલાઓને ૧૧ હજારની રોકડ સાથે પકડી પાડી હતી. ભુજ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, શહેરના દાદુપીર રોડ આંબેડકર વાસમાં ગંજીપાનાનો જુગાર રમતા ઓસ્માણ અબ્દુલ્લા મમણ, મંગલ બાબુ કોલી, મીરાઝ અરસદ મેમણ, વિનોદ સવા કોલી, આમદ લધા કોલીને રોકડા રૂપિયા 6125 તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 7625 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. બીજા બનાવમાં ભુજ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે શહેરના શાંતિનગર જતા પુલિયા પાસે આવેલ ચોકમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતી પ્રભાબેન કિશોર ગોર, વર્ષાબેન જ્યંતિલાલ ગોર, વિમળાબેન નાનજી ગોર અને નીરૂબેન કાંતિલાલ ગોરને પોલીસે રોકડા રૂપિયા 11,220 સાથે પકડી પાડી હતી તમામની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઇ છે.