નિર્ભયા કેસમાં કુલ છ અપરાધીઓ હતા, જેમાં એકનું જેલમાં જ મોત
નિપજ્યું હતું જ્યારે ચારને ૨૦મીએ પરોઢે જ ફાંસીએ લટકાવી દેવાયા હતા. જોકે હજુ પણ
એક અપરાધી જીવીત છે અને તે જ્યારે અપરાધ બન્યો ત્યારે સગીર વયનો હોવાથી બચી ગયો છે
અને ત્રણ વર્ષની જેલની સજા પુરી કરીને છુટી ગયો હતો. હાલ આ અપરાધી ક્યાં છે અને
શું કરે છે તેનો કોઇને જ ખ્યાલ નથી. કાયદા પ્રમાણે સગીર વયનો હોવાથી
તેનું નામ અને તસવીર પણ જાહેર નથી કરી શકાઇ તેથી આ અપરાધીની તસવીર પણ કોઇએ નથી
જોઇ. જે છ અપરાધી હતા તેમાં એક રામસિંઘે વર્ષ ૨૦૧૩માં જેલમાં જ ખુદને ફાંસીએ
લટકાવી લીધો હતો. જ્યારે છડો દોષીત હજુ જીવીત છે અને તે જુવેનાઇલ કોર્ટ દ્વારા
થયેલી સજા પુરી કરીને હાલ દેશના કોઇ ખુણામાં જીવી રહ્યો છે. ૨૦૧૬માં તે જેલથી
છુટયો હતો, તે બાદ
દક્ષિણ ભારતમાં તે જતો રહ્યો અને કુકનું કામ કરી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા
હતા. હાલ આ અપરાધી પોતાનું નામ બદલીને રહી રહ્યો છે, ભોજન બનાવવાનું કામ તેણે દિલ્હીમાં
હતો ત્યારે જ શીખી લીધુ હતું. જે બસમાં રેપ થયો તેના ડ્રાઇવર પાસે આ શખ્સ ૮૦૦૦
રૂપિયા માગી રહ્યો હતો તે લેવા માટે જ ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ તે આ બસ ડ્રાઇવર
પાસે ગયો હતો. જે દરમિયાન તે પણ અપરાધમાં સામેલ થઇ ગયો હતો અને તેણે પણ રેપ
ગુજાર્યો હતો સાથે જ નિર્ભયાને અનેક યાતનાઓ પણ આપી હતી જેને પગલે તેનું મોત થયું
હતું. પોલીસે આ મામલાને બહુ લો પ્રોફાઇલ રાખ્યો હતો.
Saturday, March 21, 2020
New
