રાપર તાલુકાના નાગપુર લોદ્રાણીમાં રસીથી ગળાટૂંપો આપીને પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, March 18, 2020

રાપર તાલુકાના નાગપુર લોદ્રાણીમાં રસીથી ગળાટૂંપો આપીને પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો


 રાપર તાલુકાના નાગપુર લોદ્રાણીમાં રસ્સી વડે ગળાટૂંપો આપીને પત્નીની હત્યા કરનાર પતિના પોલીસે ઝડપી પાડ્યો હતો તત્કાલીન સમયે પત્નીની હત્યા કર્યા બાદ મામલો આપઘાતમાં ખપાવા માંગતો હતો પરંતુ જામનગરમાં પીએમ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાલાસર પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, નાગપુર લોદ્રાણીમાં રહેતા આશાબેન નારણ રબારી ગત તારીખ 15ના પોતાના ઘરે હતા ત્યારે તેના પતિ નારણ વરજાંગ રબારી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી જેના પગલે આશાબેનના પતિ નારણ રબારી આક્રોશમાં આવી ને રસીથી પત્ની આશાબેનને ગળે ફાંસો આપીને તેમની હત્યા કરી દીધી હતી અને મૃતદેહને લટકાવી દીધો હતો તત્કાલીન સમયે પતી એ આ મામલો આપઘાતમાં ખપાવવા  માંગતો હતો, પરંતુ આશાબેનના ભાઈ વિજયભાઈ રવજીભાઈ ચુનારાને આ મામલે શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે પહોંચીને મૃતદેહને પીએમ માટે જામનગર મોકલ્યો હતો દરમિયાન ગળે ફાંસો આપીને હત્યા કરાઇ હોવાનો રીપોર્ટ આવતાં પોલીસે આજે આરોપી હત્યારા પતિ નારણ રબારી ઝડપી પાડયો હતો.