રેલવે સ્ટેશનમાં ભીડ નિયંત્રીત કરવા પ્લેટફોર્મ ટિકીટનો દર 5 ગણો વધરાયો, 10ની ટિકીટના 50! - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 17, 2020

રેલવે સ્ટેશનમાં ભીડ નિયંત્રીત કરવા પ્લેટફોર્મ ટિકીટનો દર 5 ગણો વધરાયો, 10ની ટિકીટના 50!



કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારી તંત્રો કટિબદ્ધ બન્યા છે તેવા સંજોગોમાં રેલવે મથકોએ ભીડને નિયંત્રીત કરવા પ્લેટ ફોર્મ ટિકીટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડની સમિતિમાં વેસ્ટર્ન રેલવે દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા આ નિર્ણય લેવાયો છે. પ્લેટ ફોર્મ ટિકીટના દર ઉંચા હોવાથી બીનજરૂરી વ્યક્તિઓ પ્લેટફોર્મ પર જશે નહીં, જેથી રેલવે મથકોએ ભીડની સંખ્યામાં નિયંત્રણ આવશે. ઉપરાંત વાયરસ ફેલાતો અટકાવી શકાશે તેવી આશા વ્યકત કરાઈ છે. ગાંધીધામ રેલવેના એઆરએમ આદીશ પઠાનીયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને પગલે ભીડ નિયંત્રીત કરવા માટે આજથી પ્લેટ ફોર્મ ટિકીટના દર રૂા. ૧૦ થી વધારી રૂા. પ૦ કરી દેવામાં આવ્યા છે. કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી સહિતના રેલવે મથકોએ અમલવારી શરૂ થઈ ગઈ છે.