અબડાસાના
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેઓએ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હોવાનું
સ્વીકારાતા કહ્યું કે મારા મતક્ષેત્ર અને કચ્છના ક્ષેત્રના વિકાસકામોને વેગ આપવા
વચન અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરફથી મળતા અને પક્ષે ફરી અબડાસામાં
ચૂંટણી લડવા ટિકીટ અપાશે તેવી ખાતરીથી રાજીનામું આપ્યું છે. જાડેજાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એવો દાવો કર્યો છે કે મે
પૈસા માટે ધારાસભ્યપદ છોડયુ નથી પણ વિકાસ માટે છોડયું છે અને ફરી ટિકીટની ખાતરી
આપવામાં આવી છે અને મે મારા પક્ષનો કચ્છને નર્મદાના પાણી સહિતની જે માંગ કરી હતી
તે સ્વીકારાઈ છે અને તેથી હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને ફરી આ પક્ષની ટિકીટ પર
ચૂંટણી લડીશ.
Tuesday, March 17, 2020
New
