ગાંધીધામના
સેક્ટર સાત વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ને રૂપિયા 52 હજાર માલમત્તાની ચોરી કરીને લઇ ગયા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા
જણાવ્યું હતું કે, શહેરના
સેક્ટર 7 પ્લોટ નંબર 81 માં રહેતા વિનોદભાઈ બુધાભાઈ મહેશ્વરી
ઉંમર વર્ષ 47 ના બંધ મકાનને
તસ્કરોએ નિશાન બનાવી ને કબાટમાં રાખેલા ચાંદીના ઝાંઝર 3 તેમજ રોકડા રૂપિયા 27000 અને મંદિરમાં રાખેલી રોકડા રૂપિયા 7000 તથા ચાંદીના સિક્કા 4 બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 52200 માલમતા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા
વિનોદભાઈ મહેશ્વરી પોતાનાની ગુજરી ગયા હતા ત્યાં ગયા હતા રાત્રિના પરત આવ્યા બાદ આ
ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો તેમણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી
ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Wednesday, March 18, 2020
New
