અંજાર તાલુકાના ધમણકામા આવેલી કંપનીમાં લૂંટના ઈરાદે ઘૂસીને સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો છે જ્યારે ત્રણ નાસી ગયા હતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. દુબઇ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર તાલુકાના ધમણકા ની સીમમાં આવેલ જય ભારત કંપનીમાં રાત્રિના સમયે ચાર શખ્સો લૂંટના ઇરાદે દીવાલ કૂદીને આવ્યા હતા દરમિયાન સિક્યુરિટી ગાર્ડ એ પડકારતા ત્રણ શખ્સો નાસી છૂટયા હતા જ્યારે આરોપી બકા ગોરધન દેવીપુજક તે સિક્યુરિટી ગાર્ડ બીપીનભાઈ ઉપર ફરીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી તમામ સિક્યુરિટી ગાર્ડ એ એકઠા થઇ ને આરોપી બકા ગોરધન દેવીપુજક ઝડપી પાડયો હતો અને પોલીસને સોંપ્યો હતો આ અંગે બીજયસિંહ ગોપાલસિંહ ગોડ એનું ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
Tuesday, March 3, 2020
New
