ગાંધીધામમાં ૫ોલીસ બંદોબસ્ત સાથે 300 દબાણો પર જેસીબી ફેરવાયું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, March 3, 2020

ગાંધીધામમાં ૫ોલીસ બંદોબસ્ત સાથે 300 દબાણો પર જેસીબી ફેરવાયું

ગાંધીધામમાં વધુ એકવાર કલેકટર કચેરી રોડ પરના દબાણો દુર કરવા  કાર્યવાહી હાથ ધરાઈ હતી.  પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલી કામગીરીમાં ભારે ચકમક વચ્ચે પણ મક્કતાપુર્વક નાના-મોટા ૩૦૦થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. કલેકટર રોડ પરના વરસાદી નાળાનું કામ  કરવાનું હોતા આજે વધુ દબાણ હટાવ કામગીરી કરાઈ હતી. અગાઉ  આપેલી નોટીસ છતાં દાદ ન આપનારા કાચા-પાકા દબાણો પર પોલીસને સાથે રાખીને બુલડોઝર ફેરવાયું હતું. જેમાં કેટલાક રેકડીધારકો આપમેળે પોતાના દબાણો દુર કર્યા હતા.તો કેટલાકને હટાવવામાં તંત્રને પરસેવો વળી ગયો હતો. પાકી કેબીનો દુર કરવા આજે ધોંસ બોલાવાઈ હતી. કલેકટર રોડથી રેલવે કોલોની અને અપનાનગર સુધીના ૩૦૦ દબાણને દુર કરાયા હતા. વીજલાઈનને લઈને કોઈ સમસ્યા ન થાય તે માટે પીજીવીસીએલને સાથે રાખીને પગલા ભરાયા હતા.