ગાંધીધામ બી ડિવિઝન પોલીસ એ વિગતો આપતા જણાવ્યું હતું કે મુન્દ્રાના આશાપુરા ટ્રાન્સપોર્ટ ઈલેક્ટ્રીક નંબર જીજે ઝીરો પાંચ બીવી 2219 માં મુન્દ્રા પોર્ટ થી કોલસાનો જથ્થો ભરીને ભદ્રેશ્વર રવાના કરાયો હતો પરંતુ ડ્રાઇવર દાઉદ સુમાર પડયાર અને તેની સાથેના કૌશિક મારાજ સાહેબ આ બંને મળીને કોલસો બારોબાર સગેવગે કરીને તેની જગ્યાએ વેસ્ટ માલ ભરીને રૂપિયા દોઢ લાખની ઠગાઈ કરી છે અને ટ્રક ગાંધીધામ તાલુકાના કિડાણા ના ખીમજી જેસંગ કંપની ગોડાઉન પાસે મૂકીને નાસી ગયો હતો ટ્રાન્સપોર્ટ માલિકોએ જીપીએસ સિસ્ટમના આધારે ટ્રક શોધી લીધી હતી આ અંગે આશાપુરા ટ્રાન્સપોર્ટ ના મેનેજર ભરતદાન ગઢવી નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Tuesday, March 24, 2020
New
