દુનિયાભરમાં કોરોનાવાયરસનો કહેર
સતત પણે વધી રહ્યો છે. અમેરિકાએ વાઇરસને ગંભીરતાથી ન લીધો તેને કારણે આજે સમગ્ર
અમેરિકામાં તે ફેલાઇ ચુક્યો છે જેને પગલે સ્થાનિકોમાં પણ આ મુદ્દે હવે રોષ વધી
રહ્યો છે. અમેરીકાનાં
(corona) ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે જણાવ્યું કે કુલ 2,50,000
અમેરિકી
નાગરિકોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 30,000થી વધુ લોકોનો રિપોર્ટ પોઝીટીવ
આવ્યો છે. પેંલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પત્રકાર વાર્તામાં
જણાવ્યું કે દિવસેને દિવસે વધારે લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, અને અત્યાર સુધી 2,54,000
લોકોનો
ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 30,000થી વધુ લોકોનો રિપોર્ટ પોઝીટીવ
આવ્યો છે. પેંસે જણાવ્યું કે જે લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે તેમાં
વધારે એવા લોકો છે કે જેમના તેમના લક્ષ્ણો હતા અને તેઓ વિચારતા હતા કે તેમને કોરોના વાયરસ થઈ શકે છે.
કોરોનાવાયરસનો
કહેર સતત પણે વધી રહ્યો છે. ભારતમાં બે દિવસની અંદર 137થી વધુ નવા મામલાઓ સામે આવ્યા
છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 396 પર પહોંચી ગઈ છે. ત્યારે મૃત્યુ
પામનાર લોકોની સંખ્યા ચારથી વધીને સાત થઈ છે. સંક્રમિત લોકોમાં કુલ 41 વિદેશી નાગરીક છે. અને સાત
લોકોની મોત થઈ ગઈ છે. મોતનો નવો મામલો મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતથી સામે આવ્યો
છે.મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા બે તૃત્યાંશ થઈ ગઈ છે. ત્યારે દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં એક એક
વ્યક્તિની મોત થઈ છે.
Monday, March 23, 2020
New
