રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની લોહાણા મહાજન વાડી સામે લિયાકત હુસેન મહંમદ યુસુફ મુસ્લિમ ઉંમર વર્ષ ૩૫ એ આરોપી મેંદુભા ની કાર આગળ બાઈક પાર્ક કરી હોય તેનું મનદુખ રાખી ને મેંદુ ભા તેમજ મહિપત સવાઈ સિંહ સોઢા નો ભાઈ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સહિત ચારે એ લિયાકત હુસેન મહંમદ યુસુફ મુસ્લિમ ને મોઢાના ભાગે માર મારી રૂપિયા 1815 ની લૂંટ કરી નાસી ગયા હતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
