અંજાર
તાલુકાના સતાપરની સીમા ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા બોર્ડની પાઇપલાઇન નાખનાર
કંપનીના એન્જિનિયર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સરપંચના પતિ સહિત ૨૫ શખ્સોએ હુમલો કરીને માર માર્યો હોવાની ફરિયાદ
નોંધાઇ છે. અંજાર
પોલીસ મથકે ફોનિક્સ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એન્જિનિયર વીરભદ્રસિંહ
દિગુભા ઝાલા (ઉ.વ.28) (રહે. મૂળ
કમર કોટડા તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ હાલ લાખાપર) નોંધાવેલી ફરિયાદના આધારે
પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
અંજાર દ્વારા ટપ્પર ડેમથી સાપેડા GIL સુધી
પાઈપલાઈન નાખવાનું કામ ટેન્ડર મારફતે ફોનિક્સ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને મળ્યું
છે અને સતાપર પાસે પાઈપલાઈનનું કામ ચાલુ હતું ત્યારે સરપંચના પતિ દિનેશ માતા ઉપસરપંચ
સીરીશ પત્રકાર ડાંગર નામનો શખ્સ અને તેની
સાથેના વીસથી બાવીસ શખ્સો એ
સ્થળ ઉપર આવીને આ સરકારી જમીન અમારી છે તમે પુરૂ વળતર આપ્યું નથી કામ બંધ કરો એમ
કહીને એન્જિનિયર તેમજ સાહેબ એન્જિનિયર ધૈર્ય તથા અધિકારી રાઠોડ સહિતનાઓ સાથે
ઝપાઝપી કરીને ધકબુશટનો માર માર્યો હતો. વાહનના
ડ્રાઈવરને માર મારવાની ધમકી પણ આપી હતી અને હવે પછી અહીંયા આવશો તો ટાંટીયા ભાંગી
નાખસુ તેવી ધમકીઓ પણ આપી હતી. આ અંગે વીરભદ્રસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદના આધારે
પોલીસે તમામ આરોપીઓ સામે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Thursday, March 19, 2020
New
