નિર્ભયાના ચારેય દોષિતની યાચિકા પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં
સુનાવણી પુરી થઇ ગઈ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જજે પોતાનો નિર્ણય
સુરક્ષિત રાખી લીધો છે. સુપ્રીમ કોર્ટે પવન
ગુપ્તાની ક્યુરેટિવ પિટિશનને નકારી દીધી છે. તેની સાથે જ પવને બચવા માટે નાખેલો
છેલ્લો દાવ પણ ફેલ થઇ ગયો છે. તો બીજી તરફ કોર્ટમાં દોષિતોના વકીલે અક્ષય સિંહની
પત્ની પુનિતાની તલાકની અરજી કોર્ટમાં હોવાની વાત કહી હતી. સુનાવણી દરમ્યાન
દોષિતોના વકીલે કોર્ટમાં એમ પણ જણાવ્યું કે ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ અરજી કરવામાં
આવી છે પણ કોરોનાને કારણે સુનાવણી થઇ નથી રહી. 6 જજોની બેન્ચે
દોષિતોના વકીલને લઈને કહ્યું કે એ હજારો અરજીઓ પણ દાખલ કરશે, પણ આ બધા કાનૂની વિકલ્પ નથી. દોષિતોના બધા જ વિકલ્પો ખતમ થઇ ચુક્યા છે. અમે ક્યુરેટિવ પિટિશન
અને સંબંધિત દસ્તાવેજો પર ધ્યાન આપ્યું. અમારા મતે આ કોઇ કેસ બનતો નથી. અમે પિટિશન
રદ કરીએ છીએ. કાલ માટે નક્કી કરવાં આવેલી ફાંસી રોકી ન શકાય. દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું
કે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટમાં
બધા કામ બંધ છે, પરંતુ એ
ફાંસીની સજા રદ નથી કરવામાં આવી રહી. આ ખૂબ જ દુ:ખદ વાત છે. આ બધું પ્રેશરમાં થઇ
રહ્યું છે. આ જે કંઇ પણ નિર્ણય છે, તેને અમે આગળ જોઇશું. તો બીજી
તરફ નિર્ભયાની માતા આશાદેવીએ જણાવ્યું કે હવે દોષિતોની કોઈ જ અરજી બાકી નથી અને આ
બધાઈ જ તેમની ફાંસી ટાળવા માટેની ચાલબાજી હતી જે કોર્ટને સમજાઈ ચૂક્યું છે. હવે
કાલે દોષિતોને ફાંસી થશે. કાલે નિર્ભયાને ન્યાય મળશે. 5મી માર્ચના રોજ કોર્ટે નિર્ભયાના
ચારેય દોષિતો મુકેશ સિંહ, પવન
ગુપ્તા, વિનય
શર્મા અને અક્ષય કુમાર સિંહને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ રજૂ કર્યું હતું.
ચારેય દોષિતોને 20મી
માર્ચના રોજ સવારે સાડા પાંચ વાગ્યે તિહાર જેલ નંબર ત્રણમાં ફાંસી અપાશે.
Thursday, March 19, 2020
New
