લાકડિયા સ્ટેશન નજીક ગુડઝ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી, જોકે સદ્દનસીબે મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત મળતી વિગત અનુસાર લાકડિયા સ્ટેશન નજીક ગુડઝ ટ્રેન પાટા પરથી ઉતરી ગયેલી જોવા મળી હતી. ગુડ્ઝ ટ્રેનના 24-25 નંબરના વેગન પાટા પરથી ઉતરતા અફરા-તફરી મચી ગઇ હતી. લાકડિયા સ્ટેશન નજીક ગુડઝ ટ્રેન પાટા પરથી ખડી પડવાથી કોઇ જાનહાનિ થઇ નથી. જ્યારે બીજ તરફ બનાવની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. જો કે ગુડઝ ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડતાં થોડા સમય માટે રેલવે વ્યવહારને અસર પહોંચી હતી. પરંતુ રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ ટ્રેનને પાટા પર ચઢાવવાની કામગીરી હાથ ધરી હતી.
Monday, March 2, 2020
New
