કચ્છમાં લગ્ન પ્રસંગમાં યુવાનો દારૂની રેલમછેલ કરી રહ્યા હોય અને ડાન્સ કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. ગુજરાતમાં દારૂબંધીના કાયદા અને પોલીસની સામે પણ આ વીડિયોએ પ્રશ્નાર્થ મુકી દીધો હતો. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ પણ હરકતમાં આવી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. યુવાનો દારુની રેલમછેલ કરતાં હોય તેવો આ વીડિયો મુન્દ્રા તાલુકાના કોઈ ગામનો હોવાનું સામે આવ્યા બાદ પોલીસએ આ મામલે 6 લોકોની ધરપકડ કરી છે. આ 6 લોકોની ઓળખ મંગલજી જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, રામદેવસિંહ ખેર, હરદીપસિંહ ખોડ, વિજયસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા તરીકે થઈ છે.
Monday, March 2, 2020
New
