નખત્રાણા :
તાલુકાના નેત્રા ગામે પવનચક્કીઓ નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ભારે વાહનોની
અવર જવરથી રસ્તાને નુકસાન તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગામમાં ઓવરલોડ
વાહનો પર પ્રવેશબંધી લગાવવા છતાં અવર જવર ચાલુ છે. નેત્રા ગામથી બાડિયા ગામે ચાલી
રહેલા પવનચક્કીઓના કામ કરતા કોન્ટ્રાકટરના ભારે વાહનોની અવર જવર વધી જવાના કારણે
રસ્તા નીચેની પાણીની પાઈપ લાઈન તુટી ગઈ હતી, જેના લીધે પાણી માર્ગ પર આવી ગયું હતું.
નેત્રા ગ્રામ પંચાય દ્વારા ભારે અને ઓવર લોડિંગ વાહનોની પ્રવેશબંધીનો ઠરાવ કરાયો
હતો. છતાં પણ બાડિયા ગામે પવનચક્કી ઉભી કરવા વપરાતી રેતી, કપચી, મેટલ ભરેલા ઓવરલોડ
વાહનો અવર જવર દિવસ - રાત ચાલુ હોવાથી મુશ્કેલીઓ પડી રહી છે.
Saturday, February 29, 2020
New
