ભુજમાં સરપટ નાકા પાસે બાઈક ઓવરટેક કરવા બાબતે યુવાન પર છરીથી હુમલો - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, March 6, 2020

ભુજમાં સરપટ નાકા પાસે બાઈક ઓવરટેક કરવા બાબતે યુવાન પર છરીથી હુમલો




ભુજ : શહેરના સરપટ પાસે શિવનગર વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો. બાઈક ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને માથામાં અને કાનમાં છરીના ઘા ઝીંકાયા હતા. અલ્તાફ ઈબ્રાહિમ નાગિયા (ઉ.વ.રપ) (રહે. દાદુપીર રોડ, ભુજ) પોતાની મોટર સાયકલ એક્ટિવાથી જતો હતો ત્યારે સામેથી આવતા અજાણ્યા બાઈક ચાલકે ગાડી ઓવરટેક કર્યા બાબતે બોલાચલાી કરી છરી મારી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.