નવી દિલ્હી : યસ બેંકના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું
કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે
તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં
થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ
જલ્દી જ ઉકેલાઇ જશે. યસ બેંકના સંકટ મુદ્દે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના
સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ
ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં
થાય. તેમણે કહ્યું કે સરકાર સતત આરબીઆઇના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ
જલ્દી જ ઉકેલાઇ જશે. નાણા મંત્રીએ કહ્યું જે પગલા
ઉઠાવામાં આવ્યા છે, તે
થાપણદારો, બેંક અને
અર્થવ્યવસ્થાના હિતમાં છે. છેલ્લા કેટલાય મહિનાથી બેંક પર સંકટના વાદળા છવાયા હતા.
એકાએક નથીઆવી ગયા. અમે તમામ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યાં છીએ. તેના સમાધાન
માટે રિઝર્વ બેંક તમામ પ્રયત્ન કરી રહ્યાં છે.
યસ
બેંકને લઈને આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય પછી. યસ બેંકનું સંપૂર્ણ
સંચાલન રિઝર્વ બેંક કરી રહ્યું છે. ત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનું
કહેવું છે કે બધા જ નિર્ણયો યસ બેંકના હિતમાં લેવામાં આવ્યા છે. અને યસ બેન્ક
મામલો ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે. યસ બેંકમાં ખાતાધારકોના પૈસા
સંપૂર્ણ સલામત છે. જોકે યસ બેન્કમાંથી ઉપાડની મર્યાદાના સમાચાર નિશ્ચિત થતાં જ યસ
બેંકના એટીએમ પર ખાતાધારકોની ભારે ભીડ જોવા મળી રહી છે. યસ બેન્કની નેટ બેન્કિંગ
અને એટીએમ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઓનલાઈન સેવાઓ બંધ થવાને કારણે લોકોને ભારે
મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતું નિષ્ણાંતોનું કહેવું છે કે યસ બેન્કની
હાલની સ્થિતિને જોતા બેંકના ખાતાધારકોને ગભરાવાની જરૂર નથી.
Friday, March 6, 2020
New
