બોર્ડર રેન્જના પોલીસ પહાનીરીક્ષકશ્રી સુભાષ ત્રીવેદી અને પશ્વિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલબીયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃતી નેસ્તનાબુદ કરવાની સુચના કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક્શ્રી જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ આજ રોજ હોળીના તહેવાર નિમિત્તે ભુજ઼ શહેર બી/ડીવીઝનના પોલીસ ઇન્સ્પેકટર આર.એન. ખાંટ, પો. હેડ. કોન્સ. જયંતિભાઇ તેજપર મહેશ્વરી, પો.કો. મહીપાલસિંહ ગોહીલ, પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે માધાપર એસ.એસ.વી. સ્કુલ આગળ એક ઇસમ પોતાના ક્બજાના થેલા સાથે ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનું વેચાણ કરે છે અને હાલ તેની પ્રવૃતી ચાલુમાં છે. તેવી ભરોસાપાત્ર બાતમી મળતાં જે અંગે પંચોંના માણસો બોલાવી બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં રામનિવાસ ભેરારામ જાટ ઉ.વ.૪૦, ધંધો-મજુંરી ૨હે.હાલ મીરજાપર પોલીસ ચોકીની પાછળ બ્લોક્ની ફેક્ટરીમાં તા. ભુજ મુળ રહે.ગામ કાપરડા તા.ભીલાડા જી.જોધપુર રાજસ્થાનવાળો પોતાના કાળા રંગના થેલામાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ 18 નંગ રૂ.6300/- તથા મોબાઇલ નંગ 1 રૂ. 500/- મળી કુલ મુદ્દામાલ 6800/- સાથે મળી આવેલ હોઇ જેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ નામ રામનિવાસ ભેરારામ જાટ ઉ. વ. 40, ધંધો. મજુરી રહે. હાલ મીરજાપર પોલીસ ચોકીની પાછળ બ્લાક્ની ફેક્ટરીમાં તા. ભુજ મુળ રહે. ગામ કાપરડા તા. ભીલેડા જી. જોધપુર રાજસ્થાનવાળા આરોપીઓને પકડી પાડવામાં આવેલ. ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. ખાંટ તથા પો. હેડ. કોન્સ. જયંતિભાઇ તેજપર મહેશ્વરી, પો.કોન્સ. મહીપાલર્સિહ ગોહીલ, પો. કોન્સ. ભગીરથસિંહ જાડેજા સાથે પોલીસ સ્ટાકના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.
Tuesday, March 10, 2020
New
