વડોદરાથી ExEn અંજારના SE બને તે પૂર્વે 5 જ દિવસમાં ડેપ્યુટેશન રદ કરાયું! - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

વડોદરાથી ExEn અંજારના SE બને તે પૂર્વે 5 જ દિવસમાં ડેપ્યુટેશન રદ કરાયું!

જીયુવીએનએલ વડોદરાના કાર્યપાલક ઈજનેર આર.જે વાળાને પીજીવીસીએલમાં પ્રમોશન અને ડેપ્યુટેશન આપી અંજારના અધિક્ષક ઈજનેર બનાવવાનો આદેશ ગત અઠવાડિયે છૂટ્યો હતો, પણ આશ્ચર્ય વચ્ચે પાંચ જ દિવસમાં આ કચ્છનું ડેપ્યુટેશન રદ કરી દેવાતા વીજતંત્રના ઉચ્ચ અધિકારીઓની લોબીમાં ચર્ચાનો વિષય સર્જાયો છે. સાથો સાથ પીજીવીસીએલ અને જીયુવીએનએલ વચ્ચે શોર્ટસર્કીટ હોવાનું સીધી રીતે દેખાઈ આવ્યું હતું.
પીજીવીસીએલના માનવ સંશાધન વિભાગના જનરલ મેનેજર લિખિત 'ખાસ' પત્ર 'ભાસ્કર'ને હાથ લાગ્યો હતો,જેમાં લખ્યું છે કે,6/2/2020 ના ઓર્ડર નંબર 799 મુજબ આર.જે વાળાને અંજારના સુપ્રિટેન્ડન્ટ ઈજનેર બનાવી પ્રમોશન સાથે ડેપ્યુટેશન અપાયું હતું,જેમાં ફેરફાર કરાયો છે.આ પત્ર 11/2/2020 ના ઓર્ડર નંબર 908 સાથે લખાયો છે.સ્પષ્ટ ઉલ્લેખ એ પણ છે કે,ઇજનેરોની બદલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આર.જે વાળાનું પ્રમોશન રદ નથી થયું અને ડેપ્યુટેશન પણ રહેશે,પણ તેઓ ફરજ જીયુવીએનએલ વડોદરામાં બજાવશે.સીધો મતલબ જ એ થયો કે કચ્છનું ડેપ્યુટેશન રદ કરવામાં આવ્યું છે,જેના કેટલાય કારણો છે.કારણ કે જો આર.જે વાળા પીજીવીસીએલ અંજારના અધિક્ષક બને તો ભચાઉના આલા અધિકારીઓની ખુરશી તો જાય જ સાથો સાથ ત્યાંના સફેદ મીઠાના 'કાળા કારોબાર' બંધ થઇ જાય તેમ છે,જેનો અતીત સાક્ષી છે.
બાનિયારી અને કડોલ નજીકના રણમાં સપાટો બોલાવ્યો હતો
અત્રે નોંધનીય છે કે.ભચાઉ તાલુકાના બાનિયારી અને કડોલ નજીક આવેલા કચ્છ રણ અભ્યારણ્ય વિસ્તારમાંમાં ગેરકાયદે ધમધમતા સફેદ મીઠાના કાળા કારોબારનો ભાસ્કરે સિલસિલાબદ્ધ પર્દાફાશ કર્યો હતો.ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા નવનિયુક્ત જીયુવીએનએલ માંથી આવેલા કાર્યપાલક ઈજનેર આર.જે વાળા અહીં પોસ્ટ પર આવતા આખુંય તંત્ર એક્શનમાં આવ્યું હતું.પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એ 26/3/2018ના રોજ કાર્યાલય આદેશ આપી આર.જે વાળા,કાર્યપાલક ઈજનેરને અંજાર સર્કલના ભચાઉ ડિવિઝનમાં તાત્કાલિક હાજર થવા જણાવ્યું હતું.
પીજીવીસીએલની કચેરીમાં દારૂની મહેફિલ માણતા પકડાયેલા ભચાઉ ડિવિઝનના જે.વાય રાવના સ્થાને તેમને મુકાયા હતા.આર.જે વાળાએ હાજર થતાની સાથે જ કડોલ મીઠાઉદ્યોગોમાં ભયંકર એવી દૂષણસમી વીજચોરી,ટ્રાન્સફોર્મર એન્ટી ટેમ્પરિંગ સાથે સતત મીઠા ઉદ્યોગ પર બાજ નજર રાખી હતી અને રેડ પણ પાડી હતી.જેનું પરિણામ એ આવ્યું હતું કે તેમને ફરી ડેપ્યુટેશન પર ગાંધીનગર મૂકી દેવાયા હતા.અને આ વખતે તો કચ્છમાં પગ પણ મુકવા ન દેવાયો. કારણ કે કડોલ અંતે તો અંજાર ડિવિઝનમાં જ આવે છે !