સોની વેપારીની પાસે બે શખ્સ ગ્રાહક બનીને આવ્યા ને સવા બે લાખનો હાથ ફેરો કરી ગયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

સોની વેપારીની પાસે બે શખ્સ ગ્રાહક બનીને આવ્યા ને સવા બે લાખનો હાથ ફેરો કરી ગયા

જના ભરચક સરાફ બજારમાં એક સોની વેપારીની દુકાને ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સએ ખરીદી કરવાના બહાને વેપારીના પિતાની નજર ચુકવીને દુકાનના ગલ્લામાંથી 2 લાખ 25 હજારની કિંમતની 24 નંગ સોનાની બુટ્ટી ભરેલો ડબ્બો સેરવી રફુચકર થઇ જતાં સોની વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
શરાફ બજારમાં ડીપેન જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા ડીપેન જવેરીલાલ બુધ્ધભટી (ઉ.વ.27)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ બુધવારે સવારે સવા દસ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન બન્યો હતો. ફરિયાદી દુકાન બાજુમાં આવેલા તેમના ઘર નીચે વર્કશોપમાં સફાઇ કામ કરવા ગયા હતા અને તેમના પિતા જવેરીલાલભાઇ દુકાને આવીને બેઠા હતા ત્યાં બે અજાણ્યા શખ્સો તેમની દુકાને સોનાની ખરીદી કરવા આવ્યા હતા. અને દુકાનમાંથી ગળામાં પહેરવાની એક ચાંદીની ડોડી તથા એક સોનાનું ઓમકાર પેડલની ખરીદી કરી હતી. અને કાનમાં પહેરવાની બુટી બતાવાનું કહ્યું હતું.
તેનું વજન કરવાનું કહેતા ફરિયાદીના પિતા બુટીનું વજન કરવા ગયા ત્યારે અજાણ્યા શખ્સોએ ફરિયાદીના પિતાની નજર ચુકવીને ખાનામાં રાખેલા 60થી 65 ગ્રામની આશરે 2 લાખ 25 હજારની કિંમતની 24 સોનાની બુટીનો ડબ્બો સેરવી લીઇ ચાલ્યા ગયા હતા.સોની વેપારીઓના વોટસએપ ગૃપમાં જાણ કરાતાં અરૂણભાઇની જ્વેલર્સની દુકાનમાં સવારના ભાગે બે અજાણ્યા ઇસમો એજ પ્રકારીની ખરીદી કરવા આવ્યા હતા અને તેમની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં ફરિયાદીના પિતાએ એ બે વ્યક્તિઓને હોવાનું જણાવ્યું હતું અને બન્ને શખ્સો હિંન્દી ભાષા બોલતા હોવાથી બહારના હોવાનું બહાર આવતાં સોની વેપારીએ બે અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.