સધર્ન આર્મીના લેફ્ટ.જનરલે કચ્છ બોર્ડરનું નિરીક્ષણ કર્યું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

સધર્ન આર્મીના લેફ્ટ.જનરલે કચ્છ બોર્ડરનું નિરીક્ષણ કર્યું

આગામી 24મી ફે્બ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત આવી રહ્યા છે. જેની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજીબાજુ કચ્છની સરહદ પર પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. તે વચ્ચે જ ગુરૂવારે સધર્ન કમાન્ડના લેફ્ટેનન્ટ સી.પી. મહાન્તીએ કચ્છ સરહદની મુલાકાત લીધી હતી. તેઓની સાથે અન્ય અધિકારીઓનો કાફલો હતો. લશ્કરી અધિકારીઓએ ક્રીક સહિતની બોર્ડરનું નિરીક્ષણ કર્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ આમ તો શાંત લેખાતી કચ્છ બોર્ડર પર છેલ્લા એકાદ વર્ષથી પાકિસ્તાને ચહલ-પહેલ વધારી છે. કચ્છની સામે પાર માળખાગત સુવિધાઓમાં વધારો કરવો, ચીનને જમીન આપવી, અરબ સાગરમાં સબમરીન ઉતારવી સહિતના પગલા નાપાક સંકેતો આપે છે. તેના કારણે જ ભારતીય સુરક્ષા એજન્સીઓ સક્રિય છે.
આ બધારની વચ્ચે 24મી ફેબ્રુઆરીએ મોદી અને ટ્રમ્પનો અમદાવાદમાં કાર્યક્રમ છે. જેના પર દુનિયાભરની નજર રહેવાની છે. તેના કારણે આ કાર્યક્રમની સુરક્ષાની તડામાર તૈયારીઓ કરાઇ રહી છે.
આ કાર્યક્રમ પહેલા જ નારાયણ સરોવર ખાતે ગુરૂવારે ત્રણ હેલિકોપ્ટર મારફતે લશ્કરના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતાં. જેમાં આર્મીના અધિકારી સી.પી. મહાન્તીની સાથે બે મેજર જનરલ અને એક બ્રિગેડીયર પણ સાથે હતાં. આ લશ્કરી અધિકારીઓ બોટ મારફતે ક્રીક બોર્ડરનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક અધિકારીઓ પણ તેઓ સાથે રહ્યાં હતાં. અને બોર્ડરની હાલની સ્થિતિ અને સામેપારની હલચલ અંગે માહિતી આપી હતી. ભારતીય એજન્સીઓ અહીં સતર્ક છે. અને કોઇપણ કાંકળીચાળાના પહોંચી વળવા સક્ષમ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.