ગાંધીનગરમાં ગુજરાતનું પાંચમુ પોલીસ કમિશનરેટ તંત્ર રચાશે - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

ગાંધીનગરમાં ગુજરાતનું પાંચમુ પોલીસ કમિશનરેટ તંત્ર રચાશે

રાજ્યનું પાંચમુ પોલીસ કમિશનરેટ તંત્ર રાજધાની ગાંધીનગરમાં સ્થાપવા સરકાર આગળ વધી રહ્યાનું જાણ વા મળે છે. હાલ ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસ કમિશનરેટ તંત્ર છે. હવે ગાંધીનગરમાં કમિશનરેટ તંત્ર રચાશે. હાલ જિલ્લા પોલીસ વડાની હકુમતમાં આવતા ગાંધીનગર શહેરને ડીઆઈજી કે તેથી ઉપરની કક્ષાના પોલીસ કમિશનર મળશે. ગાંધીનગરની હદ વધારવા માટે કોર્પોરેશને ઠરાવ કરી નાખ્યો છે. જિલ્લાના અમુક ગામડાઓ, ગાંધીનગર શહેર તેમજ અમદાવાદના સાબરમતી જેવા લાગુ વિસ્તારોને ભેગા કરીને નવુ ગાંધીનગર પોલીસ કમિશનર તંત્ર અસ્તિત્વમાં લાવવાની નિર્ણાયક પ્રક્રિયા ચાલી રહ્યાનું જાણવા મળે છે.