કચ્છમાં 1.46 લાખ હેક્ટર રવિપાકનું વાવેતર : પાછલા છ વર્ષમાં સૌથી વધુ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

કચ્છમાં 1.46 લાખ હેક્ટર રવિપાકનું વાવેતર : પાછલા છ વર્ષમાં સૌથી વધુ

કચ્છમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ અધધ 6,23,300 હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું હતું. ખરીફમાં વાવેતરની દ્રષ્ટીએ કચ્છ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને હતું. તેવામાં હવે રવિપાકનું પણ રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. ચાલુ વર્ષે કચ્છમાં 1,46,700 હેક્ટર વાવેતર થયું છે. જે છેલ્લા છ વર્ષ કરતા વધારે છે. જોકે રવિ વાવેતરની દ્રષ્ટીએ કચ્છ રાજ્યમાં 11માં સ્થાને છે.
આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ટાંચા સાધનો અને મર્યાદિત સિંચાઇની વ્યવસ્થા હોવા છતાં આ જિલ્લાના ખેડૂતો એવા મહેનતુ છે કે અચંભામાં નાંખી દે તેવા પાકો લે છે. તેવમાં બે ચોમાસા નબળા ગયાં બાદ ગત 2019માં ભારે વરસાદ થતાં ખેડૂતો રાજીના રેડ થયાં હતાં. સારા ચોમાનાના પગલે કચ્છમાં રાજ્યના સૌથી વધારે 6,23,300 હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું હતું. ત્યારબાદ કચ્છના ખેડૂતોએ રવિપાકમાં લાગ્યા હતાં. જોકે ખરીફની સરખામણીએ રવિપાકનું વાવેતર જોઇએ તેવું થયું નથી. ચાલુ વર્ષે રવિપાકના અંત સુધી કચ્છમાં 1,46,700 હેક્ટર વાવેતર થયું છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે. ચોમાસા બાદ માવઠાંના કારણે પણ ખેડૂતોને નુકસાન થયું હતું. તો બીજીબાજુ ઇયળ અને તીડના કારણે પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો હતો.
કચ્છમાં સિંચાઇની વ્યવસ્થાન ન હોવાથી આ સ્થિતિ
વિસ્તારની દ્રષ્ટીએ દેશના પ્રથમ ક્રમાંકિત કચ્છમાં સરકાર સિંચાઇની યોગ્ય વ્યવસ્થા કરી શકી નથી. અહીં લોકોને પીવાના પાણીમાં માંડ પાણી પુરુ પાડવામાં આવે છે. ત્યારે સિંચાઇના નીરની વાત હજુ દૂર છે. નર્મદા યોજનના પાયમાં કચ્છ છે. છતાં આ જિલ્લાને જ વધારે અન્યાય થયું છે. તમામ જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલના કામ થઇ ગયાં છે, પેટા કેનાલ અને વધારના નીર માટેના કામો ચાલુ છે. જ્યારે કચ્છમાં મુખ્ય કેનાલનું કામ હજુ ચાલુ છે. પેટા કેનાલ અને વધારના નીરના કામોના હજુ કોઇ ઠેકાણા નથી.