સ્ટેચ્યુ ઓફ યુનિટની સુરક્ષા CISFને હવાલે કરી દેવાશે: ત્રાસવાદી નિશાના પર હોવાની બાતમીથી કેન્દ્રનો નિર્ણય - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, February 11, 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટની સુરક્ષા CISFને હવાલે કરી દેવાશે: ત્રાસવાદી નિશાના પર હોવાની બાતમીથી કેન્દ્રનો નિર્ણય


નવી દિલ્હી : ગુજરાતમાં કેવડીયા કિનારે સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સરકાર વલ્લભભાઈ પટેલની પ્રતિભા-સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા સીઆઈએસએફને હવાલે રાખવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનોના નિશાના પર સ્ટેચ્યુ ઓફ યુનિટી હોવાની ગુપ્તચર બાતમીને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા આસપાસના પ્રવાસન સ્થળોની સુરક્ષા જવાબદારી હાલ ગુજરાત પોલીસ હસ્તક છે. પરંતુ કેન્દ્ર સરકાર એવુ માને છે કે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી એજન્સી સીઆઈએસને સુરક્ષા જવાબદારી સોપવાનું વધુ યોગ્ય છે. દેશના 60 રપોર્ટ ઉપરાંત દિલ્હી મેટ્રો તથા નોર્થ બ્લોક- સાઉથ બ્લોક, અણુ સંસ્થાનો, આધાર ડેટાબેઈઝ કેન્દ્ર, તેલઉર્જા ક્ષેત્રો, હેરીટેજ સ્થળો વગેરે સંવેદનશીલ સ્થાનોની સુરક્ષા સીઆઈએસએફને હવાલે છે. સ્ટેચ્યુ ઓફ યુનીટીની સુરક્ષા માટે કેટલા જવાનો તથા ઉપકરણોની જરૂર પડશે તે વિશે સીઆઈએસએફ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. સીઆઈએસએફ હવાલો સંભાળી લ્યે પછી તેનો ખર્ચ ગુજરાત સરકારને ચુકવવો પડશે. ગૃહવિભાગની સિકયુરીટી પ્લાનને મંજુરી બાદ માર્ચ અંત સુધીમાં સીઆઈએસએફ હવાલો મેળવી લેશે. પુલવામાં હુમલા પછીના ટેન્શન વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્રાસવાદી નિશાના પર હોવાની બાતમી મળી હતી અને ત્યારે એલર્ટ જાહેર કરાયુ જ હતું. ત્યારપછી પણ વખતોવખત બાતમી મળતી રહી છે. સૂત્રોએ કહ્યું કે સીઆઈએસએફ સુરક્ષા પ્લાનમાં કવીક રીએકશન ટીમ, બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ, સાદા ડ્રેસમાં જવાનો વગેરેને સામેલ કરવામાં આવે તેવી શકયતા છે.